મોરબી સીટી બી-ડીવીઝન પોલીસની ટીમ વીશીપરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને સંયુકતમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી વીસીપરા ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ પાસે એક ઇસમ દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે રાખી ફરે છે, તેવી બાતમી મળતા તે જગ્યાએ તપાસ કરતા ઇરફાનભાઇ રહિમભાઇ સુમર (ઉ.વ. 21) રહે. ફુલછાપ કોલોની બરફના કારખાના પાસે વીસીપરા મોરબી વાળા પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક નંગ- 01 કિં.રૂ. 2000 સાથે મળી આવતા પોલીસે તે શખ્સ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનાની નોંધ કરી છે.