મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જેલચોક આગળ વણકર વાસ પાસે દરોડા પાડ્યો હતો. જ્યાં રોડ પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની 09 બોટલ કિં રૂ.- 14,937ના મુદ્દામાલ સાથે આરોપી યાશીન સિદીકભાઈ કુરેશી રહે. મતવા વાસ ગેબનશા પીરની દરગાહ પાસે મોરબીવાળાને પોલીસે પકડી લઇ પુછપરછ કરતા અન્ય એક શખ્સ નાગોરી ઇમ્તિયાઝ હનીફભાઇ રહે. વાંકાનેરવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ફરાર બતાવી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.