મોરબીના વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસયટીમાં રહેતા હર્ષદભાઈ મનુભાઈ કણજારીયાએ મોરબી સીટી એ-ડિવિઝનમાં આરોપી કૃણાલ શાહ રહે.કાલિકા પ્લોટવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરીયાદી હર્ષદભાઈ ખાનગી નોકરી કરતા હોય ત્યારે મકાન, મોટર સાયકલ અને મોબાઇલની લોનના અને અન્ય બીજો ધંધો કરવા આજથી ત્રણ મહિના પહેલા આરોપી કૃણાલ શાહ પાસેથી ઉંચા વ્યાજે રૂ. 1 લાખ ત્રીસ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. જે દરમિયાન હર્ષાભાઈએ આરોપીને વ્યાજ પેટે રૂ. 70,000 જેટલી રકમ ચુકવી દીધી હતી. તેમ છતાં વધુ રૂ. 1,70,000ની વ્યાજની માંગણી કરેલ અને બળજબરી પુર્વક આરોપીએ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદને આધારે સીટી એ-ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.