મોરબીના ઉચી માંડલ પાસે આવેલ સીમેરો સીરામિક નજીક રહેતા મૃતકના પુત્ર વિપુલભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં GJ-36-AF-2206 નંબરના કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.06 ના રોજ પ્રવીણભાઈ કાલીયા GJ-03-DA-5763 નંબરનું બાઈક લઇ ઘુટુ ગામ તરફ જતા રોડ પાસેથી પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન GJ-36-AF-2206 નંબરના કારચાલકે તેની કાર પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી મોરબી-હળવદ હાઇવે રોડ ઘુટુ ગામથી આગળ નેકસીયોન સીરામીકના કારખાનાની સામે રોડ ઉપર પ્રવીણભાઈના બાઇકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક પ્રવીણભાઈને જમણા પગે તેમજ શરીરના જમણા પડખાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જે બાદ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.