મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠક આવતીકાલના રોજ સવારના 11 કલાકે સભા ખંડ, ત્રીજો માળ, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ (રેન બસેરા), રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં વિકાસ કામો અંગે સમીક્ષા કરવામાં આવશે.
તેમાં મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિના સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, સભ્યઓ ઉપસ્થિત રહેશે. તેમ સભ્ય સચિવ કુલદિપસિંહ વાળા, મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની યાદીમાં જણાવવામાં આવ્યું છે.