Tuesday, March 18, 2025
HomeGujaratવાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં દીપડી તેના બચ્ચા સાથે ત્રાટકી મારણ કર્યું, 20થી...

વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં દીપડી તેના બચ્ચા સાથે ત્રાટકી મારણ કર્યું, 20થી વધુ ઘેટાઓના મોત

વાંકાનેરના અગાભી પીપળીયા ગામ ખાતે આજ રોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ ગામમાં આવેલ એક માલધારીના વાડામાં એક દીપડી તેના બચ્ચા સાથે ત્રાટકી હતી અને વાડામાં પુરેલા 20 થી વધુ ઘેંટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. ગામમાં એક દીપડી તેના બચ્ચા સાથે ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ કાનાભાઈ મેરાભાઈ ભરવાડ નામના માલધારીના વાડામાં આજરોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ એક દીપડી તેના બચ્ચા સાથે ત્રાટકી હતી અને વાડામાં પુરેલા 20 થી વધુ જેટલા ઘેટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. જેમાં માલધારી સવારે વાડાએ જતા ઘેટાંઓ ફાડી ખાધેલ હાલતમાં મળી આવતા બનાવની જાણ તાત્કાલિક વન વિભાગ અને વહીવટી તંત્રને કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચી રોજકામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામજનોમાં એક સાથે ત્રણ દીપડાઓ આ વિસ્તારમાં ત્રાટકતાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે અનુસંધાને ખેડૂતો તથા ગ્રામજનોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં  આવી  છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
49,206FollowersFollow
2,630SubscribersSubscribe

TRENDING NOW