PGVCL મોરબી શહેર પેટા વિભાગ-2 કચેરીનું વિભાજન કરવા અંગે મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બની છે. જેથી આસપાસના સંખ્યાબંધ ગામો શહેરોમાં જોડાશે-મોરબી તેના ઉદ્યોગોને લઈને પ્રખ્યાત હોય સમગ્ર દેશમાંથી પોતાની આજીવિકા માટે મેનેજરીયલ સ્ટાફ અને શ્રમજીવીઓ મોટી સંખ્યામાં અત્રે આવે છે.
આવનાર સમયમાં 5000થી વધારે નવા વીજ જોડાણો તેટલા જ પ્રમાણમાં ટ્રાન્સફોર્મર્સ અને લાઈનના સંભવિત વધારાને લક્ષમાં રાખી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા તથા ગ્રાહકને હાલાકી ન પડે તે માટે મોરબી શહેર પેટ વિભાગ-2 કચેરીનું ત્વરિત વિભાજન કરી નહેરુ ગેટ પેટા વિભાગ કચેરી શરૂ કરવા યોગ્ય કરાવશો. ત્યારે વીજ ગ્રાહકો અને રેવન્યુને ધ્યાનમાં લઈ આ વિષયને ઝડપથી કાર્યાન્વિત કરવા માંગ કરવામાં આવી છે.

