HomeGujaratમોરબીમાં શિયાળુ વાવેતરમાં આ વર્ષે ફરી પેટર્ન બદલાઈ જીરુંના બદલે ખેડૂતો ઘઉં...

મોરબીમાં શિયાળુ વાવેતરમાં આ વર્ષે ફરી પેટર્ન બદલાઈ જીરુંના બદલે ખેડૂતો ઘઉં તરફ વળ્યા 

મોરબી જિલ્લામાં શિયાળા દરમિયાન ઘઉં ચણા અને જીરું પાકનું વાવેતર મુખ્યપાક તરીકે થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જીરુંના ભાવ વધુ મળતા હોવાથી ખેડૂતો તે તરફ વળ્યા હતા. જોકે ગત વર્ષે વધુ વાવેતર થવાના કારણે અપૂરતા ભાવ મળતા તેમજ ઘઉંમાં પોષણક્ષમ ભાવ મળતા આ વર્ષે ફરી એકવાર પેટર્ન બદલી છે. આ વર્ષે મોરબી જિલ્લામાં ઘઉંનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં બમણા કરતા પણ વધુ છે. મોરબી જિલ્લામાં વર્ષ 2024માં શિયાળુ પાકનું કુલ 1,65,555 હેક્ટરનું વાવેતર થયું હતું. જેમાં સૌથી વધુ 73 510 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું તો તેની સામે ઘઉંનું 32,885 હેકટરમાં વાવેતર થયું હતું. જોકે આ વર્ષે ચિત્ર અલગ જ જોવા મળ્યું છે 2025માં કુલ વાવેતર 1,89,461 હેક્ટરનું છે. જેમાં સૌથી વધુ 65 170 હેક્ટર છે. જે ગત વર્ષના વાવેતર કરતા બમણું છે. જેની સામે જીરુંનું વાવેતર માત્ર 67,398 હેક્ટર માં જોવા મળ્યું છે. આમ મોરબી જિલ્લા માં ગત વર્ષની તુલનામાં 32 285 હેક્ટર ઘઉંનું વાવેતર વધ્યું છે. જયારે જીરૂ નું વાવેતર 6112 હેક્ટરનું વાવેતર ઘટ્યું છે. અન્ય પાકની સ્થિતિ જોઈએ તો આ વર્ષે 24 397 હેકટરમાં ચણા, 2641 હેકટરમાં ઘાણા, 2853 લસણ, 52 હેકટરમાં ઇસબગુલ, 3580 હેકટરમાં વરીયાળી, 3260 હેકટરમાં ડુંગળી, 3593 હેકટરમાં શાકભાજીનું વાવેતર પૂર્ણ થઇ ગયું છે. 

માવઠાથી જીરુમાં વધુ નુકશાન અને ગત વર્ષના અપૂરતા ભાવ ઓછા વાવેતર માટે કારણભૂત,

 મોરબી જિલ્લામાં સામાન્ય રીતે જીરુંનું વાવેતર વધુ થતું હોય છે, પરંતુ શરુઆતથી શીયાળા દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહીઓ થતી હોય અને તેમાં જીરું પાકને મોટા પાયે નુકસાન થવાનો ભય રહે છે. આ ઉપરાંત ગત વર્ષમાં જીરુંના ભાવ ખુબ નીચે જતા ખેડૂતોને પૂરતા ભાવ મળ્યા ન હતા. જેની સામે ઘઉંમાં ભાવ મળતા આ વખતે ખેડૂતો ઘઉંના વાવેતર તરફ વળ્યા હોવાનું કારણભૂત હોવાનું તારણ લગાવામાં આવી રહ્યું છે. 

તાલુકા મુજબ શિયાળુ પાકનું  વાવેતર :-
 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW