રાજ્ય સરકારે તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચના કરી છે. આ મહાનગરપાલિકાઓ જનસુખાકારીના વિવિધ કામો પૂરી ઊર્જાથી ત્વરાએ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે તેમને રૂ. 208 કરોડની રકમની મંજૂરી આપી છે.
જે અંતર્ગત, નવી મહાનગરપાલિકાઓને નીચે મુજબની ફાળવણી કરવામાં આવશે. જેમાં આણંદ: રૂ. 45 કરોડ, મોરબી: રૂ. 80 કરોડ, નડિયાદ: રૂ. 21.90 કરોડ, વાપી: રૂ. 21.50 કરોડ, નવસારી: રૂ. 20 કરોડ અને ગાંધીધામ: રૂ. 20 કરોડ ફાળવવામાં આવશે.
આ રકમ દ્વારા નવી મહાનગરપાલિકાઓમાં સિટી બ્યુટિફિફેશન, સફાઈ, સ્ટ્રીટલાઈટ, રોડ-રસ્તા, વેસ્ટ કલેક્શન અને ડિસ્પોઝલ, વિવિધ યાંત્રિક સાધનોની ખરીદી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ સહિતના કાર્યો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને પણ જનસુખાકારીના કામો માટે રૂ. 502 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
જે અંતર્ગત સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓ દ્વારા આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટન સહિતના કામો હાથ ધરવામાં આવશે. તેવી જ રીતે સિદ્ધપુર, પાટણ, વડનગર અને કડી નગરપાલિકાઓમાં પણ જનહિતના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે. કુલ મળીને, રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારો માટે રૂ. 710 કરોડની ફાળવણી ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ કરી છે.

