મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-01 જેઠા ગલીમાં રહેતા ઉમંગભાઈ નિરંજનભાઇ લખતરિયા તથા તેના પિતા માળિયા ખાતે મીઠાનું વેપાર ધંધો કરતા હતા. જે ધંધો આજથી ત્રણેક વર્ષ અગાઉ બંધ થઈ જતા તે ધંધો ચાલુ કરવામાં ઉમંગભાઈ મહેનત કરતા હોય પણ ધંધો ચાલુ ન હોય જે બાબતે મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે બાદ તેને પીએમ અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

