મિશન નવભારત મોરબી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે આર્યન ત્રિવેદીની નિમણુક કરવામાં આવી છે. જે બદલ તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચ વડાપ્રધાન મોદી, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવી ચાણક્યજી, મિશન નવભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર અને મિશન નવભારતના ગુજરાત પ્રદેશ યુવા અધ્ય્ક્ષ પ્રથમભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો છે. મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચ વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે.