મોરબી શહેરના સામા કાઠે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા અને 44 વર્ષીય જયેશભાઈ ધીરજલાલ અગ્રાવત નામની વ્યક્તિ ગઈ કાલે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ઉમા વિલેજ સોસાયટીમાં કથા સંભાળવા ગયા હતા જોકે આ દરમિયાન તેની અચાનક તબિયત લથડી હતી ત્યાં જ બેશુદ્ધ થઇ ઢળી પડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ તબીબે મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા સેવાઈ રહી છે હાલ આ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે