મોરબી તાલુકાના ઘૂટૂ ગામમાં આવેલા રામકો વિલેજ સોસાયટીમાં રહેતા જોશનાબેન પ્રવિણભાઇ જોષી નામના વૃધ્ધા અને પાડોશ માં રહેતા અશ્વીનભાઇ બાવાજી સાથે સંયુક્તમાં પાણી નો બોર કરાવેલ હોય જેમાંથી બે મહીના પહેલા તેઓની શેરીમા રહેતા રામબાઇને પાણી આપ્યું હતું. જરૂરીયાત હોય જેથી તેઓના સયુક્ત બોરમાથી રામબાઇને પાણી આપેલ હોય જે બાબતે અગાઉ જોશનાબેન ના પતિ પ્રવિણભાઇ સાથે આરોપી અશ્વીને બોલાચાલી કરેલ હોય જે બાબતનો ખાર રાખી જોશનાબેન ઘરે એકલા હતા જયારે તેમના પતિ તથા દિકરો બહાર કામ માટે ગયેલ હોય ત્યારે તેમના ઘરમા પ્રવેશ કરી, જોશનાબેનને પથ્થરના છુટા ઘા મારી શરીરે સામાન્ય મુઢ ઇજા પહોચાડી,બેફામ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે


