HomeGujaratમોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર સહિત કર્મયોગીઓએ બે મિનિટનું મૌન પાળ્યું

મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર સહિત કર્મયોગીઓએ બે મિનિટનું મૌન પાળ્યું

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં તારીખ 30 મી જાન્યુઆરી, 2025ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં સવારના 11 કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને સ્વદેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપનારા નામી અનામી અનેક શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું હતું.


સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જેટકો કચેરી, મોરબી સરકારી મેડિકલ કોલેજ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ સવારના 11કલાકના બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમજ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ આ તકે આપણા મહાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW