HomeGujaratમોરબીની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-2025 અન્વયે પરવાનાવાળા હથિયારો ચૂંટણી વિસ્તારમાં લઈ જવા પર...

મોરબીની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-2025 અન્વયે પરવાનાવાળા હથિયારો ચૂંટણી વિસ્તારમાં લઈ જવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી- 2021 અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળના વિસ્તાર પુરતો સુલેહ – શાંતિ તથા કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ આગામી તા. 21/02/2025 સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે.

આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ આગામી તા.21/02/2025 સુધીના સમયગાળા દરમિયાન તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લાની સામાન્ય/મધ્યસત્ર/પેટાચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ ન થાય તે માટે જાહેરનામુ બહાર પાડેલ છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક કેબલ ટીવી નેટવર્કટીવી ચેનલસિનેમાગૃહો, AM તથા FM રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનીક પ્રસાર માધ્યમોમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના 6 કલાકથી બીજા દિવસના સવારના 6 કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના 10:30 કલાક સુધીમાં જિલ્લા કક્ષાની કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટર, મોરબી ની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવી અને સીડી પહોચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવી. જરૂરિયાતના પ્રસંગે 24 કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી પડશે.

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, વાંકાનેર નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, માળીયા(મીં.) નગરપાલિકાનો  સમગ્ર વિસ્તાર તેમજ 2-ચંદ્રપુર તાલુકા પંચાયત મતદાર વિભાગ (વાંકાનેર) અને 12 સરવડ  તાલુકા  પંચાયત  મતદાર  વિભાગ  (માળીયા મીં.)માં સમાવિષ્ટ થતા વિસ્તારમાં  શાંતિપૂર્ણ રીતે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જીલ્લામાંઆવેલ તમામ આત્મરક્ષણના/પાકરક્ષણના પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર સાથે કોઈ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવતા મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ આદેશ અન્વયે મોરબી ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ હોઈ, તમામ મેજીસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઈઝ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓ, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહીત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો હેરફેર કરવા પર, ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ તથા ક૨ન્સી ચેસ્ટની લેવડ-દેવડ ક૨તાં હોય તેવા હથિયારધારી સિકયુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં આથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હોય તે સંબંધિત એજન્સી/એકમનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી/એકમના અધિકૃત અધિકારીએ આવા સિક્યુરીટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે રાબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને રાબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે, શુટીંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઈફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધા શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઈફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટે ખાસ પરવાનગી આપી હોય તેમને આ આદેશ લાગુ પડશે નહી.   

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અનુસંધાને મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારને કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સ્થાનિક સરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે તેવા વાહનનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW