HomeGujaratમોરબીમાં લારી-ગલ્લાવાળા નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા મુદે મનપાના કમિશ્નરને રજૂઆત કરાઈ

મોરબીમાં લારી-ગલ્લાવાળા નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા મુદે મનપાના કમિશ્નરને રજૂઆત કરાઈ

મોરબીમાં લારી ગલ્લાવાળા નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા મુદ્દે મોરબી શહેર કોંગ્રેસ સીમિત સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે એ ખૂબ જ સારી વાત છે, પણ ગુજરાતની રાજ્ય સરકાર એક બાજુ નાના ધંધાર્થીઓને તેમજ લારી ગલ્લાવાળાઓને લોન આપે છે. આત્મનિર્ભર થવા માટે એવા ઘણા લોન લીધેલા ધંધાવાળા મોરબીની અંદર લારી લઈને બેઠા હતા. જેને હટાવવામાં આવ્યા છે. તો હાલ એમની પરિસ્થિતિ સરકાર દ્વારા આપવામાં આવેલ લોન ભરી શકે તેમ નથી ધંધો બંધ હોવાથી તાત્કાલિકના ધોરણે મોરબી શહેરની અંદર મોરબી મહાનગરપાલિકા દ્વારા એમને અમુક જગ્યાઓ ફાળવવા માંગ કરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW