દિન પ્રતિદિન નેશનલ અને સ્ટેટ હાઈવે પર વાહન અક્સમાંતની ઘટના વધી રહી છે અને અનેક લોકો જીવ ગુમાવતા હોય છે અથવા ગંભીર ઈજા થતી હોય્ છે મોટા ભાગની ઘટનામાં વાહન ચાલકની બેદરકારી કારણભૂત હોય છે ઉતાવળે કરેલી ભૂલના કારણભૂત હોય છે. મોરબી ડેપો ખાતે “નેશનલ રોડ સેફટી મંથ – 2025” અંતર્ગત આજના ડ્રાઇવર ડે ની ઉજવણીના આયોજિત કાર્યક્રમમાં એક પણ અકસ્માત થયેલ ન હોય તેવા 47 ડ્રાઇવરનું અને રૂટ પર ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 17 ડ્રાઇવર સન્માન કરવામાં આવેલ હતું
જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર રાજદિપસિંહ અનિરૂદધસિંહ જાડેજા સાહેબ અને જીલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઘેલાના માર્ગદર્શનમાં ડી બી ઠક્કર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં ડ્રાઇવરને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વાહન ચલાવતી વખતે વધુ સારી કામગીરી કેવી રીતે કરી શકાય તેમજ શું શું કાળજી લેવી તે બાબતે પણ માર્ગદર્શન આપવમાં આવ્યું હતું