માળિયા મિયાણા તાલુકાના જાજાસર ગામ દરિયાકાંઠે આવેલ હોય અને ગામાંથી અને વાડીમાંથી નીકળતું પાણી દરિયામાં ભળી જતું હોય છે પરંતુ સિમ વિસ્તારમાં એલ ડી જોશી ( શ્રીં રામ સોલ્ટ) નામથી ફેક્ટરી આવેલી હોય અને આ ફેક્ટરી દ્વારા પાણીના નિકાલના રસ્તામાં માટીનો પારો બનાવી દેતા પાણી નિકાલ બંધ થઇ ગયો છે પરિણામે સ્થાનિકોની હાલત કફોડી બની છે આ મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા મામલતદારને લેખિત રજુઆત કરી તાત્કાલિક પાણી નિકાલનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે