મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ટીબડી ગામની સીમમાં આવેલ જગદીશભાઈ ભગવાનજીભાઈ પટેલની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. જે ઓરડીમાંથી 191 ઈંગ્લીશ દારૂની બોટલ અને 24 બીયર ટીન મળી કુલ રૂ.-49,643નો મળેલ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ મુદ્દામાલ સાથે આરોપી અંકુરભાઈ રમેશભાઈ ગણેશિયાને પોલીસે પકડી પાડયો હતો. તેમજ આરોપીની પૂછપરછ કરતા અન્ય એક શખ્સ રાજુભાઈ ઉડેચાનું નામ સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.