માળીયા મી તાલુકાના બગસરા ગામ ની હદ અને દરીયાકાંઠે મીઠાં ના અનેક નાના મોટા અગરો આવેલા છે જેમાં મોટી કંપનીઓના પોતાના ડમ્પર અને અમુક ભાળે રાખેલા ડમ્પર થી ગામતળ અને સીમતળ માંથી પસાર થતા ડમ્પર ઓવરલોડ મીઠું ભરીને અને તાલપત્રી ઢાંક્યા વિના ચાલતા ટ્રક ડમ્પર બગસરા થી વવાણીયા ગામ તરફ ચાલતા ડમ્પર થી ઠેર ઠેર મીઠું રોડ પર ઢોરાવાથી ગામ ના ખેડૂતો તેમજ ગામલોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યોછે આ બાબતે સ્થાનિક ગામ પંચાયત દ્વારા મામલતદાર કચેરીથી લઈ સીએમ ભુપેન્દ્ર પટેલ સુધી અનેક લેખિત રજૂઆત તંત્રને કરી હતી પણ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આજની તારીખે પોતાના અંગત સ્વાર્થ માટે કરવામાં આવતા પરિવહન કરતા ડમ્પરના લીધે અને રોડ પર મીઠું ઢોરાવાથી ગામલોકો અને ખેડૂતો અને પશુપાલકો માં ભારે રોષ ફેલાયો છે અને મીઠાના કારણે ખેડવાણ જમીનો અને ગોચર ની જમીન તમામ ખારાશ અને ભયંકર નુકસાન થયું છે મીઠું નીચે ઢોળાયા બાદ રાત્રીના સમયે ધુમ્મ્સના કારણે ડામર રોડ લપસણો થતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે

