મોરબી શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટી અને આસપાસની અન્ય ચાર જેટલી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી અ પૂરતા પ્રેશરથી પાણી મળવાની ફરિયાદ હતી તેમાં પણ છેલ્લા 15 દિવસથી પાણી મળતું જ બંધ થતા સ્થાનિકોની હાલત કફોડી બની હતી અને તંત્રમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ખાતરી આપવાના બદલે માત્ર આશ્વાસન જ આપતા આજે ગઈ કાલે સોસાયટીના ચેતનભાઈ ભિલા તેમના ઘરના ટાંકામાં બેસી ઉપવાસ પર ઉતરી ગયા હતા અને જ્યાં સુધી તેમની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી આ ઉપરાંત આજે સ્થાનિક મહિલાઓએ પણ પાણી મુદે મનપા કચેરી દોડી ગઈ હતી અને માત્ર ઠાલા વચનના બદલે લેખિત ખાતરીની જ માંગણી કરી ડે કમિશ્નર નો ઘેરાવ કરતા ભારે ઊહાપોહ મચતા અંતે તંત્રની આંખ ઉઘડી અને તાત્કાલિક સીટી ઈજનેર ને સર્વે માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યા તેઓએ સ્થળ તપાસ કરી તેના ઉકેલની ખાતરી આપતા અંતે મામલો થાળે પાડ્યો હતો તો ઉપવાસી ચેતનભાઈને પણ મનપા કચેરી ખાતે બોલાવાયા હતા અને પારણા કરાવી ઉપવાસ આંદોલનનો અંત લાવવામાં આવ્યો હતો