મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશનભાઇ બેચરભાઈ પાટડીયા નામના યુવાને આરોપી વિક્રમ ઉર્ફે છનો ગોરધનભાઈ સેલાણીયા રહે. ત્રાજપર ગામવાળા વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ફરીયાદિને સામુ જોવા બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી છરી વડે માથાના ભાગે તેમજ ડાબા હાથના કાંડાના ભાગે તેમજ ડાબે આંખના ઉપરના ભાગે ઇજા કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરીયાદના આધારે ગુનાની નોધ કરી છે.