રાજ્યમાં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ત્યારે આજે ખાસ કરીને કચ્છ જિલ્લામાં અવાર નવાર ધરતી ધ્રુજી હોવાની વાત સામે આવતી હોય છે જોકે આજે મોરબી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા નો અનુભવ થયો હોવાની ગ્રામ્ય વિસ્તારોમાંથી ચર્ચા જાગી હતી.
મોરબી તાલુકાના જેપુર,વાવડી, ખખરાળા, બગથળા અને માળિયા તાલુકાના સરવડ, ભાવપર સહિતના ગામમાં 9:15 વાગ્યાથી લઈ 9:45 સુધી માં પાંચથી સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની ગ્રામજનોએ પુષ્ટિ કરી જેપૂર ગામના લોકો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે 09:15 વાગ્યાથી લઈને 9:45 સુધીમાં સાત જેટલા આચકા અનુભવાયા હતા જોકે આ આંચકા સામાન્ય હોવાની વાત પણ ગ્રામજનોએ કરી હતી પોણી કલાકની અંદર એક બાદ એક એમ પાંચ થી સાત ભૂકંપના આંચકા અનુભવાયા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારમાં ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ રહી છે ત્યારે આજે રાત્રિના સમયે ફરી એક વખત મોરબીના ગ્રામ્ય અને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ છે જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ગવર્મેન્ટ વેબસાઈટ ઉપર આની સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ ગ્રામ્ય લોકો દ્વારા આંચકાની અનુભૂતિ થઈ હોવાનો દાવો કરાયો છે