મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઈ કાપડી રહે. યાશોદાનગર ગામની નાની ચીરઇ તા.ભચાઉ જી.કચ્છવાળો હાલ માળિયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસે હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કોડે તે સ્થળ પરથી આરોપીને પકડી લીધો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે આરોપી વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.