રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા 63 નગર પાલિકાની તેમજ અલગ અલગ મહાનગર પાલીકાની પેટા ચૂંટણી,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે
સામાન્ય ચૂંટણીની સાથે જે પાલિકા અને પંચાયતમાં બેઠકો ખાલી પડી છે ત્યાં પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તમામ વિસ્તારમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.
જુનાગઢ મહાનગર પાલિકા 63 નગર પાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઇ છે જેમાં મોરબી જિલ્લાની હળવદ નગર પાલિકા અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.આ ઉપરાંત માળિયા મિયાણા નગર પાલિકાના વોર્ડ 2 અને વોર્ડ 5 ની પણ પેટા ચૂંટણી યોજાશે આ આ ઉપરાંત વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક અને માળિયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે.
રાજ્યમાં અનેક ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાવાની બાકી છે. પરંતુ, રિઝર્વેશનની કામગીરી ચાલુ હોય હાલ તેની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી ચાલુ છે તે પૂરી થયા બાદ કરાશે.