મોરબીના વાવડી રોડ પર આવેલ સુમીતનાથનગર પાયલ આરોગ્ય નિકેતન (ગુજરાત હોસ્પિટલ) ખાતે ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ (MBBS) દ્વારા તારીખ : 26/01/2025ને રવીવારના રોજ સવારે 11:00 થી 01:30 કાલાકે એક દિવસીય ફ્રી નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તથા ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. તેમજ જયસુખભાઈ પટેલ દ્વારા હાથ-પગ-કમરના સાંધાના દુઃખાવા દર્દીઓને પોઇન્ટ આપીને ફ્રી સારવાર આપવામાં આવશે.