HomeGujaratમારી બહેન સાથે કેમ ફરે છે કહી ટંકારા ના વેપારીનું અપહરણ,મહિલા સહિત...

મારી બહેન સાથે કેમ ફરે છે કહી ટંકારા ના વેપારીનું અપહરણ,મહિલા સહિત 5 શખ્સે રૂ 6 લાખની ખંડણી માગી,

ટંકારા તાલુકાના હરીપર ગામના વેપારી કરતા અજીત મુળજીભાઈ ભાગિયા નામના વેપારીને દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ નામની યુવતીએ ફોન કરી તમે પાણીનો વ્યવસાય કરો છો તેમ કહી ફોન કરી કોન્ટેક્ટ કર્યો હતો જોકે યુવાને નાં પાડી હોવા છતાં અવાર નવાર ફોન કરી તેની સાથે પરિચય કેળવવા પ્રયાસ કર્યો હતો અને તે ઘૂટું ગામમાં રહેતી હોય તેનો પતિ ટ્રક ડ્રાઈવર હોય અને ક્યારેક ઘરે આવતા હોય જેથી તેની સાથે મિત્રતા કરવી છે યુવાને ના પાડવા છતાં ગત તા 17 ના રોજ તે રાજકોટ હોસ્પિટલ જવાનું હોય જેથી પોતાને મળવા માટે બોલાવ્યો હતો. જેથી તેને છત્તર ગામમાં ઉભા રહેવાનું કહી બાદમાં અજીતભાઈ અને તેનો મિત્ર જયદીપ ચૌધરી ગયા હતા આ દરમિયાન તેઓ રાજકોટ ગયા હતા જ્યાં હોસ્પિટલ જવાના બદલે ટી જી એમ હોટેલ ખાતે લઇ ગયા હતા બાદમાં તને પોતાનું નામ દિવ્યા જણાવ્યું હતું ને બપોર બાદ ફરી મોરબી આવવા રવાના થયા હતા રસ્તામાં તેની કારનો કોઈ પીછો કરે છે જેથી છતર પાસે તેને ઉતારી દેવા જણાવ્યું હતું છતર પાસે તેઓએ કાર ઉભી રાખતા જીજે 36 એ એફ 9172 નંબરની કારે તેને આંતરી હતી તેમાથી 5 જેટલા લોકો નીચે ઉતરી બન્ને કારમાંથી ઉતારી સ્વીફ્ટ કારમાં અપહરણ કરી લઇ ગયા હતા પાંચ માંથી ઋત્વિક નામની વ્યક્તિ દિવ્યાનો ભાઈ હોવાનું જણાવ્યું હતું. અને અલગ અલગ જગ્યાએ લઇ જઈ માર માર્યો હતો અને મારી બહેન સાથે કેમ ફરો છો આ ઉપરાંત તેની સામે આવેલ હાર્દિક કિશોર મકવાણા નામના યુવાને ઋત્વિક જેમ કહેછે તેમ કર નહિતર બળાત્કારના કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી બાદમાં 5 લાખ જેટલી રકમ માગી હતી જે પૈકી એક લાખ તેઓએ તરત જ લઇ લીધા હતા.
બાદમાં વધુ રૂપિયા લેવા ગત તા 19ના રોજ આવ્યા હતા અને ધાક ધમકી આપતા યુવાને દિવ્યાબેન ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ રહે.ટંકારા,રમેશભાઈ કાળુભાઈ જાદવ રહે.ટંકારા,સંજયભાઈ ભિખાલાલ પટેલ રહે.મોરબી,હાર્દીક કિશોરભાઈ મકવાણા દિવ્યાબેન ઉર્ફે પુજાનો ભાઈ રુત્વિક વગેરે સામે અપહરણ અને ખંડણી અંગેની ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW