મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો પાડવા ગુજરાત વોટર વર્કસની ગાળા નાગડાવાસ લાઈન માં છેલ્લા બે ત્રણ દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી જેની તપાસ કરતા ક્યાંક બલોકેજ હોવાનું જાણવા મળતાં પાણી પુરવઠા તંત્ર સક્રિય બન્યું હતું અને પાઇપ લાઇનમાંથી આજે લાકડા અને કીચડ નો બ્લોક દૂર કરાવી લાઈન સાફ કરી પાઇપ લાઇન માં પાણી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.

