સિરામિક ઉદ્યોગ ઝોનમાં આવેલા મોરબી તાલુકાના અલગ-અલગ ગામમાં બાંધકામ મંજૂરી માટે અલગ-અલગ ગ્રામ પંચાયત નિયમ નેવે મૂકવામાં આવતા હોવાની અગાઉ અનેક ફરિયાદ મળતી રહે છે. જોકે કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી ગ્રામ પંચાયત પોતાની મનમાની ચલાવતી હોય છે, ત્યારે આવી જ મનમાની ઘૂંટુ ગામના મહિલા સરપંચ દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઘૂટુ ગામના મહિલા સરપંચ જયાબેન પરેચા સામે સત્તાનો દુરૂપયોગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ગ્રામ પંચાયત વિસ્તારમાં થતાં બાંધકામની મંજુરી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં લેવાની હોવાનો નિયમ હોવા છતાં મહિલા સરપંચ જયાબેન દ્વારા આં સત્તા પોતાના હસ્તક લઈ લીધી હતી અને ગત તા.5 ના રોજ અલગ-અલગ 8 બાંધકામને મંજૂરી આપી હતી. જોકે આ મંજૂરી માં મોટાં પાયે ગેર રીતી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે ડીડીઓ સુધી ફરિયાદ જતાં ડીડીઓ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા અને તેમા મહિલા સરપંચ દ્વારા પોતે કરેલ આદેશ સત્તા નો દૂર પયોગ કરી હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
કારણ કે, ગત તા 5ના રોજ હિતેષભાઇ રામજીભાઈ શેર શિયા નામના આસામી નો પ્લોટ નંબર 20 નગર નિયોજકના નકશામાં 195.60 ચોરસ મીટરને મંજુરી આપી હતી. જેની સામે મહિલા સરપંચ દ્વારા 599.93 ચો મીટર મંજૂરી આપી દીધી હતી. આ જ રીતે આહિરાત ટાઈ.એલ એલ પીને નગર નિયોજક ના નકશામાં 557.92 ચો મીટર ની મંજુરી હતી. જેની સામે મહિલા સરપંચ દ્વારા 787.50 ચો મીટરની મંજૂરી આપાઈ છે. કુંજ પ્રભુભાઈ દેત્રોજાના પ્લોટના 4પૈકીમાં નગર નિયોજક દ્વારા 357.42 ચો. મીટર મંજૂરી આપી હતી. જેની સામે સરપંચે 543 ચોરસ મીટર ની મંજૂરી આપી હતી. પૂનમ ઇન્ડસ્ટ્રીના બીન ખેતીના પ્લોટને નગર નિયોજકના નકશા મુજબ 2233.71 મીટર ની મંજુરી સામે 6052.05 ચોરસ મીટર મંજૂરી આપી છે. આર વી કંસ્ટ્રકશનના પ્લોટ નં 7,8,9 ને સરપંચે 546 ચો. મીટર મંજૂરી આપી હતી. જે મંજૂરી પણ નગર નિયોજક દ્વારા અપાયેલ ક્ષેત્રફળ મુજબ ન હોવાનું, હસમુખ નરભેરામ થરેસાના પ્લોટ નં 114માં 94.64 મંજૂરી આપી હતી, તે મંજૂરી પણ નિયમ વિરૂધ્ધ હોવાનું સામે આવ્યું હતું. તો પરી પેકેજીંગને પણ નગર નિયોજક દ્વારા 372 ચોરસ મીટર મંજૂરી આપી હતી. જેની સામે મહિલા સરપંચ દ્વારા 820.10 ચોરસ મીટરની મંજુરી આપી હતી. આ ઉપરાંત રાકેશ પ્રેમજી બાવરવાના પ્લોટ નંબર 17 પૈકી ના 183 ચોરસ મીટર ની મંજુરી આપી હતી. જે મંજૂરી પણ નિયમ વિરૂધ્ધ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.