મોરબી શહેરની ભાગોળે વધુ એક તેજ રફતાર કારનો કેર સામે આવ્યો હતો.ઓવર સ્પીડ જતી કાર રોંગ સાઈડમાં ધસી જઇ બે બાઇકને ઉડાડ્યા હતા.બનાવમાં ચાર લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અક્સ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાઇ છે જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી રાજ્પર હાઇવે પર આવેલા રામાપીર મંદિર સામે ગત તા 13ના બપોરના સમયે ઓવર સ્પીડ કાર રોંગ સાઈડમાં ધસી આવી હતી અને સામેથી આવતા જીજે 36એ ડી 9733 અને જીજે36એ એચ 1543 નંબરના બે બાઇકને હડફેટે લઈ ઉછળ્યા હતા.અક્સ્માત એટલો ગંભીર હતો કે બન્ને બાઇકમાં સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.બનાવમાં બાઇકમાં સવાર મહેશભાઈ માવજીભાઈ પરમારને જમણા પગે ઢીચણ ના નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બીજા એક બાઇકમાં સવાર રજનીકાંતભાઇ ચેતનભાઇ તેમજ. તીરથ ભાઈને પણ ગંભીર ઈજા પહોંચી હતી.બનાવ અંગે મહેશભાઈએ કાર ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

