HomeGujaratમોરબીમાં એક વર્ષ પહેલા થયેલા ઝઘડાનું મનદુખ રાખી યુવકને બે શખ્સે મારમાર્યો

મોરબીમાં એક વર્ષ પહેલા થયેલા ઝઘડાનું મનદુખ રાખી યુવકને બે શખ્સે મારમાર્યો

મોરબી શહેરના સામા કાઠે આવેલા ત્રાજપર ગામમાં રહેતા અને મજુરી કામ કરતા રમેશ બાબુ સાતોલા નામનો યુવાન માતાજીના મંદિરેથી દર્શન કરીને ઘરે જતો હતો તે દરમિયાન મહેશ ઉર્ફે મટો રાજેશભાઈ વરાણીયા અને રાજેશ અમરશી વરાણીયા એ એક વર્ષ પહેલા થયેલી બોલાચાલીનો ખાર રાખી તેના પર લોખંડના પાઈપ અને ધારિયાથી હુમલો કરી બેફામ ગાળો ભાંડી હતી ઘટના ને પગલે રમેશે બુમાબુમ કરી મુકતા તેના નાના ભાઈની પત્ની અને અન્ય શખ્સ આવી પહોચ્યા હતા અને તેને બચાવી ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો બનાવ બાદ યુવાને બન્ને શખ્સ સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW