HomeGujaratરાજ્યમાં HMPVનો વધુ એક કેસ: અમદાવાદમાં ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં HMPVનો વધુ એક કેસ: અમદાવાદમાં ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી થઇ હતી. 13 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.

અમદાવાદ શહેરમાં 26 ડિસેમ્બર થી લઈને 13 જાન્યુઆરી સુધીમાં પાંચ જેટલા HMPV વાયરસના કેસ પોઝિટિવ આવ્યા છે. પાંચમાંથી ત્રણ બાળકો છે. ત્યારે બે દર્દીઓ વૃદ્ધ છે. ત્રણેય બાળ દર્દીઓને શરદી, ખાંસી, તાવ, અને કફની તકલીફ હતી. જ્યારે બે વૃદ્ધ દર્દીઓને અસ્થમા અને સુકી ખાંસી તેમજ શરદીની તકલીફ હતી. એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. પાંચે દર્દીઓને સારવાર વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW