HomeGujaratમાળિયા બાદ હળવદમાં 45 ગાયોનું કતલ કરનાર બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

માળિયા બાદ હળવદમાં 45 ગાયોનું કતલ કરનાર બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

હળવદના નવા અમરાપર ગામે રહેતા મેહુલભાઈ અરજણભાઇ ગોલતરએ આરોપી મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણી રહે. બંને ચીખલી તા. માળીયા (મીં)વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બન્ને આરોપીઓ ઢોર-ગાયો ચરાવવાનો ધંધો કરતા હતા. જેથી ફરીયાદીએ તેમની માલીકીની 25 ગાયો તથા સાહેદ જીવણભાઈ ખેતાભાઈએ તેમની માલીકીની 20 ગાયોની આરોપીઓ રખેવાળ તરીકે ચરાવવા લઈ ગયા હતા. જે પૈકી ફરીયાદીની 25 ગાયો કુલ કિ.રૂ.- 2,50,000 તથા સાહેદ જીવણભાઈની 20 ગાયો કુલ કિ.રૂ.- 2,00,000 મળી કુલ કિ.રૂ.- 4,50,000ના મુદામાલની 45 ગાયો પરત નહી આપી, ક્રુરતાપુર્વક કાપી કપાવી નાખેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW