શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરટાઓને મેદાન મળતું હોય તેમ હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ચોરીના બનાવો બની રહ્યા છે. હળવદ શહેરની મહર્ષિ ટાઉનશીપ સોસાયટી, સિદ્ધિવિનાયક સોસાયટી તેમજ ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત નથી થોડા સમય પહેલા જ દેવપુર ગામમાં માતાજીના મંદિરમાં ચોરટાઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ફરી એક વખત ચોરટાઓએ મંદિરને નિશાન બનાવ્યું છે. જેમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામે માતાજીના મંદિરને નિશાન બનાવીને ચાંદીના 5 છત્તર તેમજ આશરે 40 હજાર રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે તો સાથે જ ચોરીનાં બનાવ અંગે જાણકારી મળતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા તો સાથે જ ગામમાં અલગ અલગ જગ્યાએ લગાવેલા સીસીટીવી કેમેરામાં ત્રણ જેટલા સીસીટીવીમાં કેદ પણ થયા હતા. જેથી કરીને ગ્રામજનોએ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માંગ કરી હતી અને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

