સીલીકોસીસ પીડિત પરિવાર પડતર માંગણી મુદે કલેકટરને મળ્યા,
મોરબી જેવા ઉદ્યોગનગરમાં હજારોની સંખ્યામાં નાની મોટી ફેક્ટરી આવેલ છે. જેમા લાખો કામદારો કામ કરે છે અને તેમાં કામગીરી દરમિયાન અનેક મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય કે અકસ્માતે મૃત્યુ પામતા હોય ક્યારેક સીલીકોસીસ જેવી ગંભીર બીમારીનો ભોગ બનતા હોય અને તેના વળતર મુદ્દે વિવાદ થતા હોય છે, પરંતુ જિલ્લો બન્યાને 12 વર્ષ કરતા પણ વધારે સમય થવા છતાં કાયમી મજુર અદાલત ન હોવાથી મોરબીમાં કામ કરતાં લાખો કામદારોને તેમના ઔદ્યોગિક વિવાદોના ઉકેલ અને ન્યાય માટે હજુ મજુર અદાલત મળી નથી. જેના કારણે જેમાના અનેક તો જોખમી ઉધ્યોગોમાં કામ કરે છે.
આ લાખો કામદારો અને તેમના વેતન, સામાજિક સુરક્ષા, રજાઓ, પી એફ, ગ્રેજ્યુઇટી, અકસ્માત અને વ્યવસાયીક રોગોમાં વળતર, શિસ્તપાલન, ગેર કાયદે કાઢી મુકવા, બોનસ, કામના કલાક જેવી અનેક બાબતે માલીકો સાથે સંઘર્ષ અને વિવાદ થતા હોય છે પરંતુ હાલ તેમને રાજકોટ મજુર અદાલત માં જવા સિવાય છુટકો નથી, વર્ષો વર્ષ કામ કરવા છતાં તેમને આઈ કાર્ડ પણ નથી આપવામાં આવતા. કામદાર રાજ્ય વીમા કાયદો લાગુ પડતો હોવા છતાં તેમને આવરી લેવામાં આવતા નથી. જ્યારે સ્વાસ્થ્ય સબંધિત મોરબી સીરામીક માં કારણે સીલીકોસીસ બીમારી થાય તો નિદાન અને સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલ પાસે ફેફસાના નિષ્ણાત ડોક્ટર નથી, સીટી સ્કેનનું મશીન નથી. કલેકટરનો સીલીકોસીસ દર્દી માટે ફ્રી સારવાર અને નિદાન માટે પરીપત્ર તો જાહેર કર્યો પરંતુ તે માટે યોગ્ય ડોક્ટર જ મોરબી સિવિલ હોસ્પીટલમાં ન હોવાના દાવા સીલીકોસીસ પીડિતોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું અને કામદારોને ન્યાય મેળવવા માટે મોરબી જિલ્લા પાસે પોતાની મજૂર અદાલત આપવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફેફસાના નિષ્ણાત ડોક્ટર ની વ્યવસ્થા કરવા, સીલીકોસીસ પીડીત કુટુંબને અંત્યોદય કાર્ડ આપી તે મુજબ રેશન મળે તેવી વ્યવસ્થા કરવી. અંત્યોદય કાર્ડ માટેના પરિપત્રમાં ગંભીર રોગ જેવા કે એચ.આઈ.વી માટે જોગવાઈ હોય તો સીલીકોસીસ એનાથી ગંભીર બીમારી છે તો સીલીકોસીસ પીડીત કુટુંબોને અંત્યોદય કાર્ડ અપાવો. સીલીકોસીસના દર્દીઓને તબીબી સલાહ હોય તો અને ત્યારે ઘરે બેઠા વિના મૂલ્યે ઓક્સિજન કોન્ટ્રેકટર મળે અથવા ઓક્સિજન માટે વિના મુલ્યે વૈકલ્પિક વ્યવસ્થા કરવી વગેરે માંગણી મુકાઈ હતી.

