મોરબી મહાનગર પાલિકા બનવાની સાથે પુર જોશમાં કામગીરી શરુ થઇ ચુકી છે નવ નિયુક્ત કમિશ્નર દ્વારા ચાર્જ સંભાળતાની સાથે ધડાધડ નિર્ણય લેવામાં આવી રહ્યા છે અને કામગીરી પણ પુર ઝડપે થવા લાગી છે ત્યારે શહેરમાં એક તરફ સફાઈ અને દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ શહેરીજ્નોની સુવિધા પણ વધારો થઇ રહ્યો છે તાજેતરમાં મહા પાલિકા દ્વારા લોકોને તેની ફરિયાદ માટે પાલિકા સુધી ધકકો ન્ટ હાય તે માટે રેન બસેરામાં સિવિક સેન્ટર શરુ કરવામાં આવ્યું છે અને તેની કામગીરી પણ પુર જોશમાં શરુ થઇ ગઈ છે હવે કમિશ્નર સ્વપ્નીલ ખરેની સુચના આધારે મોરબી શહેરની સમસ્યાના ઝડપી નિકાલ માટે પૂર્વ ઝોન અને પશ્વિમ એમ બે ઝોનમાં વિભાજન કરવામાં આવ્યું છે જેની જવાબદારી ડેપ્યુટી કમિશ્નર ને સોપવામાં આવી છે પૂર્વ ઝોનના ઇન્ચાર્જ તરીકે ડેપ્યુટી કમિશ્નર સંજયકુમાર સોની અને પશ્વિમ ઝોનની જવાબદારી કુલદીપસિહ વાળાને સોપવામાં આવી છે
હવે ક્યાં ક્યાં વિસ્તાર ક્યાં વોર્ડમાં આવશે
પૂર્વ ઝોન : ભડિયાદ(જવાહર નગર) મહેન્દ્રનગર(ઇન્દીરાનગર) ત્રાજપર અમરેલી ગામ તેમજ મોરબી શહેરના વોર્ડ 2 3 4 5 6 13
પશ્વિમ ઝોન રવાપર લીલાપર શનાળા નાની વાવડી માધાપર વજેપર ઓજી તેમજ મોરબી શહેરના 1,7,8,9,10,11,12,

