HomeGujaratમોરબીનાં રામેશ્વર પાર્ટી પ્લોટમાં આવતીકાલથી શિવ મહાપુરાણ કથાનો થશે પ્રારંભ

મોરબીનાં રામેશ્વર પાર્ટી પ્લોટમાં આવતીકાલથી શિવ મહાપુરાણ કથાનો થશે પ્રારંભ

મોરબી શહેરના આંગણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય હેતુથી સતધામ પરિવાર મોરબી દ્વારા તા.- 09/01/2025 થી તા.-15/01/2025 દરમિયાન રાત્રીના 08:30 થી 11:00 કલાકે રામેશ્વર પાર્ટી પ્લોટ, ઘુનડા રોડ, મોરબી મુકામે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ કથામાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનું દીપ પ્રાગટય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી (સંસ્કારધામ, મોરબી), દામજીભગત (નકલંગધામ બગથળા), ભાણદેવજી (સરસ્વતી નિકેતન આશ્રમ જોધપુર (નદી)) દ્વારા કરવામાં આવશે. જેમાં 09/01/2025ને ગુરુવારના રોજ રાત્રે 7:30 કલાકે નાથાભાઈ છગનભાઈ બાવરવા હરિવિલા, ઉમિયાનગર સોસાયટી, ઉમિયા સર્કલ, શનાળા રોડથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ પર જશે. કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે અને કથાની પુર્ણાહુતી તા. 15/01/2025ના રોજ રાત્રે 11 કલાકે થશે. આ કથા અંતર્ગત રાત્રે 10:30 કલાકે શિવ પ્રાગટયોત્સવ, શંકર – પાર્વતી વિવાહ અને ગણપતિપ્રાગટયોત્સવ યોજાશે. આ શિવ મહાપુરાણ કથાનું લાઈવ પ્રસારણ ચેનલ કથા GTPL 555, અને યુટ્યુબ ચેનલ Satshri Kathaમાં કરવામાં આવશે. ત્યારે આ શુભ પ્રસંગે કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા સમસ્ત જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW