મોરબી: 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે, એક અજાણી કિશોરી મોરબી નવાગામ ગામમાં છેલ્લા ચાર-પાંચ કલાકથી મુજાયેલ હાલતમાં આંટા ફેરા મારે છે. ત્યાંના લોકોએ બેન સાથે પુછપરછ કરી પરંતુ કિશોરી કાંઈ કહેતી નથી અને કિશોરી ચિંતામાં છે અને ખુબ જ રડે છે તેમની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.
જેના પગલે 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા તેમજ મહિલા કોન્સ્ટેબલ વિલાસબેન અને પાયલોટ વિજયભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતા સગીરાને ત્યાંના લોકોએ સુરક્ષિત એક દુકાન પાસે બેસાડેલા હતાં અને તેમને નાસ્તો કરાવ્યો હતો. ત્યારબાદ 181 ટીમ દ્વારા કિશોરીને આજુબાજુના કારખાનામાં લયી ગયા અને આજુબાજુની વાડીમાં પણ લઈ ગયા અને આજૂબાજૂના બધા જ લોકો સાથે પુછપરછ કરવામાં આવેલ પરંતુ કિશોરી ને કોઈ ઓળખતું ન હતું.
ત્યારબાદ 181 ટીમ અને નંદકુંવરબા આશ્રય ગૃહના મેનેજમેન્ટ પરેશભાઈ ત્રીવેદી અને અસ્મિતાબેન ગોસ્વામી સાથે મળીને ઘણા પ્રયત્નો બાદ કિશોરીના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ મેળવી અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કિશોરીના દાદા અને દાદી અને ફુઈના દિકરા સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે મોરબી સિવિલ હોસ્પિટલથી દાદીએ પૈસા ન આપ્યા એટલે દાદીનો હાથ મુકાવીને તેમની દિકરી કહ્યા વગર નીકળી ગયેલ તેઓએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની દિકરી મળેલ નહીં. જે બાદ 181 ટીમ દ્વારા સલાહ, સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ કિશોરી સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ દિકરીને શિક્ષણ આપવા બાબતે તેમના દાદા -દાદીને લાબી સમજાવટ આપવામાં આવી તેમજ કિશોરીનું ધ્યાન રાખવા જણાવેલ. આમ સગીરાએ ક્યારેય પણ દાદા અને દાદીના જાણ બહાર ન નીકળવાનો સંકલ્પ કર્યો હતો. કિશોરીના પરિવાર જનોએ તેમની દિકરીને સહિ સલામત તેમના ઘરે પહોચાડવા બદલ 181 ટીમ તેમજ નંદકુંવરબા આશ્રય ગૃહના ટીમનો આભાર વ્યક્ત કર્યો.

