મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ હવે ધીમે ધીમે વિકાસ શરુ થઇ રહ્યા છે. કમિશ્નર સ્વપ્નીલ ખરે વિવિધ વિસ્તારમાં ફરી મુલાકાત લેવાનું શરુ કર્યું છે. સાથે સાથે શહેરીજનોને ફરિયાદ માટે પાલિકા સુધી ધક્કા ન થાય તેમજ પાલિકા સિવાય અન્ય એક સ્થળે કામગીરી શરુ કરી છે, ત્યારે હવે વધુ એક પગલું કમિશ્નર દ્વારા લેવામાં આવ્યું છે મોરબી મહાનગરપાલિકાને લગતી ફરિયાદો-પ્રશ્નો સાંભળવા માટે જાહેર સુખાકારીના હેતુથી અને પ્રશ્નોના નિકાલ કરવા અંગે મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશ્નર સ્વપ્નીલ ખરે અરજદારોને રુબરૂ મળવા અને તેમની ફરિયાદ સાંભળવા નો ખાસ સમય ફાળવ્યો છે. જેમાં દર સોમવાર અને ગુરુવારે 3 થી 6 લોકોના પ્રશ્નો સાંભળશે તેવું મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યુ છે.

