HomeGujaratઅમદાવાદ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટી દ્વારા "રોડ સલામતી માસ"ની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટી દ્વારા “રોડ સલામતી માસ”ની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ: 04/01/2025ના રોજ “રોડ સલામતી માસ” અંતર્ગત રોડ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.



જેમાં યુનિવર્સિટી પરિવારના સભ્યો દ્વારા અમદાવાદના વિવિધ 43 સર્કલો પર ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ માટે વિવિધ પોસ્ટરોનું પ્રદર્શન રાખીને માહિતી આપવામાં આવી. તેમજ દરેક વાહન ચાલકોને સેફટીના ભાગરૂપે પતંગની દોરીથી રક્ષણ મળે તે હેતુથી વાહન ઉપર તાર બાંધીને આપવામાં આવ્યા તથા ગળાના રક્ષણ માટે માસ્ક આપવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરનારને કિચેન અને ચોકલેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો પરિવહનમાં ધ્યાન આપે અને અકસ્માતથી થતા મૃત્યુનું પ્રમાણ ઘટે એ બાબતે નાગરિકોને જાગૃત કરવાનો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW