HomeGujaratમોરબીમાં આર્યતેજ નર્સિંગ કેમ્પસ ખાતે માર્ગ સલામતી બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

મોરબીમાં આર્યતેજ નર્સિંગ કેમ્પસ ખાતે માર્ગ સલામતી બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

મોરબીમાં આજ રોજ આર્યતેજ નર્સિંગ કેમ્પસ ખાતે આર. ટી. ઓ. કચેરી મોરબી અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માર્ચ 2025 અંતર્ગત માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવામાં ઘટાડવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ સીટબેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન ચલાવવામાં આવે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. વધુમાં કોઈપણ જગ્યાએ માર્ગ અકસ્માત થયેલ હોય તો તેવા સંજોગોમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ પ્રશાંતભાઈ, એઆરટીઓ આર.પી. પ્રજાપતિ, સહાયક મોટર વાહન નિરીક્ષક આર કે રાવલ તેમજ ટ્રાફિક પી.એસ.આઇ હરીશ સોમૈયા હાજર રહ્યા હતા.






RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW