મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમી મળી હતી કે, મકરાણીવાસમાં એક ઇસમ પોતાના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા)નું વેચાણ કરતો હોય જેથી ઇસમના રહેણાંક મકાને રેઇડ કરતા ચાઇનીઝ દોરી નંગ-180 રૂ.- 1,17,000ના મુદામાલ સાથે આરોપી સાહીલભાઇ રસુલભાઇ કલાડીયા ઉ.વ.23 રહે.મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાછળ મોરબીવાળાને પકડી પાડ્યો હતો. આ મામલે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

