મોરબીના રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટની પાછળ ઉમા પેલેસ બ્લોકમાં રહેતા રતીલાલ હરખજીભાઈ ફેફર (ઉ.વ.62) નામના વૃદ્ધે આરોપી નરેન્દ્રભાઇ રઘુવીરભાઈ રામાનુજ અને વિજયભાઈ વશરામભાઇ હુંબલ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી ફરીયાદિના દિકરાને ઉંચા વ્યાજે નાણા લીધા હતા. જે ફરીયાદિએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતા બળજબરી પુર્વક ચેકો લખાવી લઇ આરોપીઓએ વ્યાજના રૂપીયાની બળજરી પુર્વક ઉઘરાણી કરી ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે રતિલાલે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

