મોરબીમાં કાયદાની સલાહ આપતા જ સલાહકારો કાયદો કેવી રીતે તોડવો? તે લોકોને શિખવી રહ્યા તેમ જણાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, મોરબી શહેરમાં રહેતા અને તમામ પ્રકારના કાયદાના સલાહકાર એડવોકેટ વિજયભાઈ સરડવા નામના આરોપીએ મોરબીના શનાળા રોડ સુપર માર્કેટમાં આવેલી ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં પોસ્ટમેન જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની આઇ.ડી. નંબર 70035 નંબરવાળી કિટનો ઉપયોગ કરી પોતાને આધારકાર્ડ બનાવવા કે તેમા કોઇપણ જાતનો ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ન હોય તેમ છતા અન્ય આઈડી કીટનો આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ ખોટા દસ્તાવેજો બનાવી તેમા છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધારકાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરી લોકો પાસેથી લુંટ ચલાવતા હતા.

એક આધારકાર્ડ કઢાવવા કે સુધારો કરવામાં માટે લોકો પાસેથી રૂ. 2500 પડાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું. તેમજ આધારકાર્ડમાં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરતા આરોપી વિજયભાઈ સરડવા અને પોસ્ટમેન જયેશભાઇ સરડવાને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

