HomeGujaratટંકારાના સજનપર ગામે અગાઉ થયેલ બાબતે વૃધ્ધા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

ટંકારાના સજનપર ગામે અગાઉ થયેલ બાબતે વૃધ્ધા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

ટંકારાના સજનપર ગામે રહેતા રૂક્ષ્મણીબેન પ્રભુભાઇ બરાસરાએ ટંકારા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, મારા દિકરા અશોકભાઈ અને ભરતભાઈને અગાઉ ગામમા રહેતા આરોપી હરજીભાઈ લીંબાભાઈ સાથે ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી ગઈકાલના રોજ રૂક્ષ્મણીબેન અને તેની વહું સાથે મંદીરથી ઘરે જતા હતા. તે વખતે આરોપી હરજીભાઈ બરાસરા ગાળો બોલતા હોય જેથી તેને ગાળો નહિ આપવાનુ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઈ રૂક્ષ્મણીબેનને ધક્કો મારી જમીન પર પછાડી દઈ એક લાત મારી આજતો જાનથી મારી નાખવી છે તેમ કહી ધમકી આપી હતી. તેમજ થોડીવાર બાદ આરોપી અશોકભાઈ બચુભાઈ બરાસરા અને વિવેક અશોકભાઈ બરાસરા ફરીયાદીના ઘર પાસે આવી બધાને ગાળો આપી બધાને જોય લેવા છે તેમ ધમકી આપી હતી. આ મામલે રૂક્ષ્મણીબેનની ફરિયાદ આધારે પોલીસે તે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW