HomeGujaratટંકારામાંથી ચાઈનીઝ દોરીના 58 ફીરકી સાથે એક શખ્સ પકડાયો

ટંકારામાંથી ચાઈનીઝ દોરીના 58 ફીરકી સાથે એક શખ્સ પકડાયો

મોરબી જિલ્લામાં મકરસંક્રાતિ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવામાં આવે તેના માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેની સાથે જ ટંકારા પોલીસે સફળ રેડ કરે છે અને 58 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે એક શખ્સને પકડવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં પક્ષીઓ તેમજ લોકોને નુકશાન ન થાય તેના માટે ચાઈનીઝ દોરાના વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તેવામાં ટંકારામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોર વેચવામાં આવી રહી હોવાની માહિતીના આધારે ટંકારા પોલીસે કલ્યાણપર રોડ ઉપર આશાબા પીરની દરગાહ નજીક રેડ કરી આરોપી અફઝલ ઇબ્રાહીમભાઇ માડકિયા (31) રહે. મઠવાળી શેરી ટંકારા વાળો 58 ચાઈનીઝ દોરાની ફીરકી સાથે મળી આવેલ હતો. જેથી કરીને પોલીસે રૂ.- 8,700 સાથે તેની ધરપકડ કરી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW