મોરબીના ધરમપુર ગામ નજીક પોલીસ વોચમાં હોય તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ GJ-03-CR-2759 નંબરની અલ્ટો કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી મળેલ વિદેશી દારૂના જથ્થા મળ્યો હતો. આ મુદામાલ સાથે આરોપી અંકિતભાઈ અરુણભાઈ રાઠોડ અને વીરપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. કારમાંથી મળેલ 30 વિદેશી દારૂની બોટલો કુલ રૂ.- 33,210 અને કાર સહીત કુલ રૂ. 83,210નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ આરોપીઓ જણાવ્યું હતું કે, આ મુદામાલ તેને મયુરભાઈ બટુકભાઇ વાઘેલા પાસેથી મેળવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

