મોરબી જિલ્લામાં શિયાળો જેમ જેમ સક્રિય બન્યો છે તેમ તેમ જાણે નિશાચરો ની ગરમી વધી ગઈ હોય તેમ અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે ત્યારે ગત રાત્રીના માળિયા મિયાણા તાલુકાના નાના દહિસરા ગામમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ગામના એક બે નહીં પણ સાત જેટલા મકાનને નિશાન બનાવ્યા હતા અને આ બંધ મકાનમાં જે પણ ચીજ વસ્તુઓ હાથમાં લાગી તે લઈને નીકળી ગયા હતા. જે પણ ઘરમાં ચોરી થઈ તે તમામ મકાનના માલિક મોરબી રહેતા હોવાથી ઘરમાં કેટલી ચોરી શું શું ઘરમાં રાખવામાં આવ્યું હતું કેટલી વસ્તુઓ ગાયબ છે દાગીના રોકડા ની ચોરી થઈ છે કે નહિ તે મકાન માલિક સામે આવે ત્યારે સામે આવી શકે છે