HomeGujaratમોરબીના રાજપરમાં ત્રણ સંતાનના પિતાએ પ્રેમિકાએ સજોડે ઝેરી દવા પીધી પ્રેમિકાનું મોત...

મોરબીના રાજપરમાં ત્રણ સંતાનના પિતાએ પ્રેમિકાએ સજોડે ઝેરી દવા પીધી પ્રેમિકાનું મોત યુવકને સારવાર માટે ખસેડાયો 

મોરબી તાલુકાના રાજપર ગામમાં ભાગીને આવેલા મૂળ દાહોદ જિલ્લાના વતની પ્રેમી પંખીડા પંખીડાએ ગઈ કાલે સમાજ એક નહિ થવા દે તેમ વિચારી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે અંગેની જાણ આસપાસના લોકો ને થતાં 108 ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા પ્રેમિકાનું મોત થયું હતું જોકે પ્રેમી ને ઝેરની ઓછી અસર થઈ હોવાથી સારવાર આપવામાં આવી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની હિંમતભાઈ રામસીંગ પરમાર નામના ત્રણ સંતાનના પિતાને તેના જ ગામની પરિણીતા ઉષાબેન ભવર સિંહ પરમાર સાથે થઈ ગયો હતો. જે બાદ તેઓ ભાગીને મોરબી જિલ્લામાં આવી ગયા હતા અને રાજપર ગામમાં આવી ગયા હતા. જોકે અચાનક બન્નેને પરિવાર એક નહિ થવા દે અને તેમને અલગ કરી દેશે તેવા ડર થી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ ગંભીર હાલતમાં બન્ને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર દરમિયાન ઉષાબેનનું મોત થયું હતું. જ્યારે પ્રેમી હિંમતસિંહને સારવાર આપવામાં આવતા તે મોતના મુખમાં જતાં બચી ગયો હતો. બનાવ બાદ પોલીસ બન્નેના પરિવારને જાણ કરી હતી અને એડી નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW