મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં કેન્સર રોગ પ્રત્યે જાગૃતિ આવે તેમજ કેન્સર ના પ્રથમ સ્ટેજમાં જ લોકો સ્ક્રીનીંગ થઈ સારવાર થઈ શકે તેવા ઉદેશથી અમદાવાદ રાજકોટની સંસ્થાના સહયોગ થી મોરબી જીલ્લા પંચાયત દ્વારા અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર(મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો.
આ સ્ક્રીનીંગ કેમ્પને જેતપર(મચ્છુ) ગામના સરપંચ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૧૫૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, જેમાં ઓરલ કેન્સર અંગેનું કુલ 75 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ 42 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, અને સર્વાઈકલ કેન્સરનાં કુલ 39 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગમાંથી ઓરલ કેન્સરના 3 દર્દીઓને રીફર કરવામાં આવેલ, તથા બ્રેસ્ટ કેન્સરના 1 દર્દીને રીફર કરવામાં આવેલ, આ કેમ્પમાં આરોગ્ય શાખાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ, એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.દિપક બાવરવા, સી.એચ.સી. અધિક્ષક ડો.હાર્દિક મહેતા, તાલુકા હેલ્થ ઓફિસર મોરબી ડો.જીગ્નેશ પંચાસરા, સોશ્યલ વર્કર તેહાન શેરસીયા, મોરબી તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.


